ગુજરાતી વ્યાકરણ - વિશેષણ અને તેના પ્રકારો

ગુજરાતી વ્યાકરણ - વિશેષણ અને તેના પ્રકારો

વિશેષણ

જે શબ્દ પ્રાણી કે પદાર્થના ગુણ કે ક્રિયાને વર્ણવી તેના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહેવાય.


ઉદાહરણ

 • ગાંધીનગર મોટું શહેર છે.
 • લાલ ગાય સૌથી આગળ જાય છે.
 • તાજમહેલ સુંદર ઇમારત છે.
 • આ મોટું પુસ્તક છે.
 • સુરજગઢ મોટું ગામ છે.

વિશેષણ અને વિશેષ્ય

ઉદાહરણો

 • લાલ બોલપેન આપો.
 • આ મકાન મોટું છે.


વિશેષણના પ્રકાર

 1. સ્વરૂપની રીતે
 2. રૂપઘડતરની રીતે
 3. અર્થ પ્રમાણે
 4. સ્થાન પ્રમાણે


1. સ્વરૂપની રીતે

વિકારી વિશ્લેષણ

ઉદાહરણ

 • સારો માણસ સૌને ગમે.
 • અત્યારે સારા માણસો ક્યાં છે?
 • સારી પેન્સિલ આપો.
 • સારું કામ સૌને ગમે.


અવિકારી વિશેષણ

 • હોશિયાર છોકરો
 • હોશિયારી છોકરી
 • હોશિયારી છોકરા
 • સફેદ પાટિયું
 • સફેદ ઘોડી
 • સફેદ ઘોડા


2. રૂપઘડતરની રીતે

સાદું વિશ્લેષણ

ખરાબ, હોશિયાર, નાનું, લાબું, ટૂંકું.


સાધિત વિશેષણો

મૂળ પદને પ્રત્યય લગાડીને બનાવવામાં આવેલ વિશેષણને સાધિત વિશેષણ કહેવામાં આવે છે.

ઉદાહરણ

ક્રિયા પરથી - રખડું, મારકણું, સમજણુ

સંજ્ઞા પરથી - દૂધાળું, ઉતાવળિયું, રમતિયાળ, ઘાટીલું.


3. અર્થ પ્રમાણે વિશેષણનાં પ્રકાર

A. ગુણવાચક વિશેષણ

 • કદવાચક
 • સ્વાદવાચક
 • આકારવાચક
 • રંગવાચક
 • સ્વભાવ વાચક - દયાળુ, માયાળુ, લુચ્ચું, પ્રામાણિક, લોભી, ક્રોધી.


B. સંખ્યાવાચક વિશેષણ

અમારી કંપનીમાં પચાસ હજારો કર્મચારીઓ છે.

દાસ પેન આપો.

 • પૂર્ણ સંખ્યા દર્શાવતા
 • ક્રમ દર્શાવતા
 • સંખ્યાનો ભાગ
 • સંખ્યા કેટલા ગણી છે દર્શાવતા.


C. પરિમાણવાચક વિશેષણ

થોડું, બધું, જરા, વાધારે, ઝાઝૂ, ઓછા, અતિશય , અત્યંત, અનહદ, અપરંપાર, અપાર, અમુક, અલ્પ, ખુબ ચિક્કાર, બેહદ, બેસુમાર, લગરીક, સ્પુયું, સમસ્થ, સહેજ.


D. દર્શક વિશેષણ

દર્શક સર્વનામનો જયારે વિશેષણ તરીકે ઉપયોગ થાય ત્યારે...

ઉદાહરણ

 1. આ ચિત્ર આપો
 2. પેલું જળ ઊંચું છે.

E. પ્રશ્નાવાચક વિશેષણ

તમારો શો જવાબ છે?

કેવી વાત કરો છો?


F. સાપેક્ષ વિશેષણ

જેવા બી વાવશો તેવા ફળ મળશે.

જે કામ કરો તે વિચારીને કરો.


4. સ્થાન પ્રમાણે

A. અનુવાદ્ય વિશેષણ

 • સુંદર બગીચો
 • મોટી ઇમારત
 • સારી સાસુ સૌને ગમે.


B. વિધેય વિશેષણ

 • પેલું પુસ્તક મોટું છે.

Also Read

દ્વિરૃક્ત અને રવાનુકરી, અનુગ, નામયોગી અને કેવળપ્રયોગીની સમજૂતી

ક્રિયાપદ અને કૃદંતની સમજૂતી તેઓના પ્રકારો સહીત

નિપાતની સમજૂતી અને તેના પ્રકારો

નામનું વચન અને સર્વનામની ઉદાહરણ સાથે સમજૂતી

લિંગ અને વચન

નામ(સંજ્ઞા) અને તેના પ્રકારો ઉદાહરણ સહીત

છંદના પ્રકારો

છંદ એટલે શું?

Post a Comment

0 Comments