છંદ એટલે શું? (chhand atle shu?)

છંદ એટલે શું ?

  • છંદ કવિતાનું માપ છે. અંગ્રેજીમાં એને મીટર પણ કહેવામાં આવે છે.
  • સંકૃતમાં 'વૃત' શબ્દ પણ છંદ માટે વપરાય છે. વૃત એટલે વર્તુળ.
  • ગુણ, રસ, શૈલી એ કાવ્યનું આંતરિક સ્વરૂપ છે. જયારે છંદ એ કાવ્યનું બાહ્યરુપ છે.


છંદ માં વાપરતા લગુ અને ગુરુ અક્ષર

  • અ, ઇ , ઉ , ઋ. (આ ચાર અક્ષરો જે વર્ણમાં હોય તેને લાગુ ગણવામાં આવે છે.)
  • ઈ, ઊ , એ, ઐ, ઓ, ઔ, અં, આ. (આ સ્વરો કે વર્ણમાં હોય તેને ગુરુ ગણવામાં આવે છે.)
  • ક, કિ, કુ. (આને લાગુ અક્ષર કહેવાય.)
  • કા, કી, કૂ, કે, કૈ, કો, કૌ, કં. (આને ગુરુ અક્ષર કહેવાય.)

અનુસ્વારનો નિયમ

તીવ્ર અનુસ્વારવાળો અક્ષર ગુરુ કહેવાય.

ઉદાહરણ - શંકા, લંકા, ગંગા, નંદ

મંદ અનુસ્વારવાળો અક્ષર લાગુ કહેવાય.

ઉદાહણ - કહું, સુંવાળું, બોલતો


જોડાક્ષરનો નિયમ

જયારે જોડાક્ષરનો થડકો આગળના અક્ષરને લાગે ત્યારે જોડાક્ષરની આગળનો અક્ષર ગુરુ બને.

ઉદાહરણ - સત્ય, નિત્ય, નિષ્ફળ, શિલ્પ, દુષ્ટ.

ક્યારે જોડાક્ષરનો થડકો આગળના અક્ષરને ન લાગે ત્યારે આગળનો અક્ષર લાગુ જ રહે છે.

ઉદાહરણ - ગળ્યું, મળ્યું, પડ્યો. (આવા અક્ષર લાગુ જ રહે.)


વિસર્ગનો નિયમ

વિસર્ગનો ઉચ્ચાર કરવો પડે તો વિસર્ગના આગળના અક્ષરને ગુરુ ગણવો.

ઉદાહરણ - અંતઃકરણ, નિઃસંતાન, નિઃસ્વાર્થ.

વિસર્ગનો ઉચ્ચાર ન થાય ત્યારે.

ઉદાહરણ - દુઃખ.


તાલ

  • લગુ અક્ષર - 1 તાલ 
  • ગુરુ અક્ષર - 2 તાલ 

ચરણ

છંદના એક અંશને ચરણ અથવા પદ કહે છે.

ઉદાહરણ - પ્રથમ ચરણ, બીજું ચરણ (પ્રથમ પંક્તિ)

                  ત્રીજું ચરણ , ચોથું ચરણ (બીજી પંક્તિ)


યતિ

જયારે કવિ પંક્તિ બોલ્યા બાદ જ્યાં એટલે તેને યતિ(અટક સ્થાન) કહેવાય.


ગણ

ત્રણ અક્ષરોનો બનેલો હોય છે અને ગણની કુલ સંખ્યા 8 છે.


Read More

છંદના પ્રકારો

દ્વિરૃક્ત અને રવાનુકરી, અનુગ, નામયોગી અને કેવળપ્રયોગીની સમજૂતી

ક્રિયાપદ અને કૃદંતની સમજૂતી તેઓના પ્રકારો સહીત

વિશેષણ અને તેના પ્રકારો

નિપાતની સમજૂતી અને તેના પ્રકારો

નામનું વચન અને સર્વનામની ઉદાહરણ સાથે સમજૂતી

લિંગ અને વચન

નામ(સંજ્ઞા) અને તેના પ્રકારો ઉદાહરણ સહીત

છંદ એટલે શું?

Post a Comment

0 Comments