સંયોજક
સંયોજકને ઉભયાન્વી પણ કહે છે.
સંયોજક વાક્ય અને પદસમૂહને જોડે છે.
ઉદાહરણ
એ ગયો અને તમે આવ્યા.
રામ, સીતા અને લક્ષ્મણ વનમાં ગયા.
સંયોજકના પ્રકારો
1. સમુચ્ચવાચક સંયોજક
રામ, સીતા, અને લક્ષ્મણ વનમાં ગયા.
ત્યાં આવજો તથા જામજો.
હું અને નરેશ કાલે આવીશું.
2. વિકલ્પવાચક સંયોજક
બેમાંથી એકની પસંદગી કે વિકલ્પ દર્શાવવા વપરાય છે.
આ સાડી લો કે પેલી.
ચાહો યા તિરસ્કાર
કરો યા મારો.
3. પર્યાયવાચક સંયોજક
સત્યાગ્રહ એટલે સત્ય માટે આગ્રહ.
ગાંધીજી એટલે સત્યના પૂજારી.
સરદાર એટલે લોખંડી પુરુષ.
આહવાન એટલે પડકાર.
4. વિરોધવાચક સર્વનામ
હું આવ્યો પણ તમે ન આવ્યા.
હું થાક્યો હતો, છતાં વાંચતો હતો.
ગઢ જીત્યો પણ સિંહ ગયો.
5. અનુમાનવાચક સંયોજક
તે લગનમાં ગયો હશે, તેથી કચેરીમાં આવી શક્યો નથી.
6. કરણવાચક સર્વનામ
હું લગ્નમાં ના ગયો, કારણ કે આમંત્રણ ન હતું.
7. શારતવાચક સર્વનામ
વાંચશો તો પાસ થશો.
પુરુષાર્થ કરશો તો સફળ થશો.
તમે શરતોનું પાલન કરશો તો કામ આપવાનું ચાલુ રાખવામાં આવશે.
8. દ્રષ્ટાંતવાચક સર્વનામ
જેમ કે
સંયમ માણસને મહાન બનાવે છે, જેમ કે સરદાર પટેલ.
9. અવતારણવાચક સર્વનામ
'એટલે', 'તેથી', 'એથી', 'માટે' જેવા સંયોજક વપરાય છે.
રાતદિવસ મેહનત કરી એટલે પાસ થયો.
તેમણે વાંચ્યું હતું તેથી પાસ થયો.
10. સહસંબંધવાચક સર્વનામ
જો તમે ગાશો તો હું ગાઈશ.
જો તમે ખાશો તો હું ખાઈશ.
જયારે તમે આવશો ત્યારે હું ખાઈશ.
Also Read
દ્વિરૃક્ત અને રવાનુકરી, અનુગ, નામયોગી અને કેવળપ્રયોગીની સમજૂતી
ક્રિયાપદ અને કૃદંતની સમજૂતી તેઓના પ્રકારો સહીત
નિપાતની સમજૂતી અને તેના પ્રકારો
નામનું વચન અને સર્વનામની ઉદાહરણ સાથે સમજૂતી
0 Comments