ગુજરાતી વ્યાકરણ - લિંગ અને વચન

ગુજરાતી વ્યાકરણ - લિંગ અને વચન

નામની જાતિ (લિંગ) કેવી રીતે ઓળખવી?

સંસ્કૃતમાં જાતિને લિંગ કહેવાય.

ગુજરાતી ભાષામાં ત્રણ જાતિ(લિંગ) હોય છે.

  1. નર - પુલ્લિંગ
  2. નારી - સ્ત્રીલિંગ 
  3. નાન્યતર - નપુંસકલિંગ


1. નર જાતિ ના ઉદાહરણો

સિંહ, મોર, છોકરો, પુરુષ

2. નારી જાતિ ના ઉદાહરણો

સિંહણ, ઢેલ, છોકરી, સ્ત્રી 

3. નાન્યતર જાતિના ઉદાહરણો

છોકરું, કૂતરું, વાંદરું


સજીવ સૃષ્ટિમાં નર અને નારીનો ભેદ સ્પષ્ટ છે, પરંતુ નિરજીવ પદાર્થોમાં એવો કુદરતી જાતિભેદ હોતો નથી. પરિણામે ભાષામાં રૂઢિથી ચાલતા આવતા ઉપયોગથી જાતિ નક્કી થાય છે. 

ઉદાહરણ

ગ્રંથ (નર)

ચોપડી (નારી)

પુસ્તક (નાન્યવર)


તીડ - નર અને નારી એમ બંને વર્ગો હોવા છતાં એનું નામ નાન્યવર જાતિ ગણીને રૂઢિથી વપરાય છે.

કોયલ - નર અને નારી બંને માટે વપરાય છે.

ચાંચડ - નર જાતિનો શબ્દ છે, પરંતુ વપરાય બંને(નર અને નારી) માટે.


વનસ્પતિની જાતિ રૂઢિથી નક્કી થયેલ છે.

નર જાતિ - તાડ, આંબો, પીપળો, વડ, લીમડો.

નારી જાતિ - કેળ, બોરડી, આમલી, વેલ.

નાન્યવર જાતિ - ઘાસ, આદું, તરબૂચ,કોળું, ઊંટ, શિયાળ.


નાન્યવર જાતિમાં એક વચનના નામને છેડે મોટે ભાગે "ઉ" હોય છે.

ઉદાહરણ - ઘેટું , ગાડું , છોકરું, માથું.


અપવાદ

ઘઉં, પ્રભુ, વાયુ - નર જાતિ 

વહુ, ઋતુ - નારી જાતિ


ગામ કે શહેરના નામ મોટા ભાગે નાન્યવર જાતિ માં ગણાય છે.

ઉદાહરણ

સુરત મોટું શહેર છે. (સુરત એ નાન્યવર ગણાય.)

કાશી બહુ પુરાણું છે. (કાશી એ નાન્યવર ગણાય.)


કેટલાક શબ્દોના અર્થ જુદા જુદા હોય તો તેમની જાતિ પણ બદલાય છે.

ભાત - રાંધેલા ચોખા - જાત, ચિતરામણ 

કોટ - કિલ્લો, ડગલો - ગરદન 

હાર - ઘરેણું - પરાજય , હરોળ 

જાન - જીવ - લગ્નની જાણ


અન્ય શબ્દો (જે શબ્દો પુલિંગ અને સ્ત્રીલિંગ બંને માં વપરાય.)

ચા, પ્રશ્નપત્ર, સવાર, ગાળ, ખાણ, કામ, તાણ, વર્ણ.


સ્વરૂપભેદ, ગુણભેદ, ઉપયોગી દર્શાવે છે.

દરિયાનો કિનારો/ સાડીનો કિનારો

ટેટો/ટેટી 

ગરણું/ગરણી

ગોળો/ગોળી


નરમાંથી નારી જાતિ કેવી રીતે બનાવી શકાય.

વૃદ્ધ - વૃદ્ધા

ઘોડો - ઘોડી

ઇન્દ્ર - ઈન્દ્રાણી

શેઠ - શેઠાણી

વાણિયો - વાણિયણ

કણબી - કણબણ

વાઘ - વાઘણ 

પિશાચ - પિશાચણી

હાથી - હાથણી

ઉંદર - ઉંદરણી  


પુલ્લિંગ અણઘડપણું, કઢંગી રીતે મોટાપણુ જેવા ભાવ દર્શાવે છે.

જીભ - જીભડો, ચિઠ્ઠી - ચિઠો


નપુંસકલિંગ તિરસ્કાર વ્યક્ત થાય ઘણીવાર     

દાઢી કરું છું. / દાઢું કરું છું.

ભગત - ભગતડુ

કવિ - કવિતડું 

જંતુ - જંતુડું


પુલ્લિંનગને સ્ત્રીલિંગ દર્શાવીને પણ તિરસ્કાર થાય છે.

રૂપિયો - રૂપરડી


વિશેષણના લીંગ વચન

  • દરવાજો સાંકડો છે.
  • બારી સાંકડી છે. 
  • કડાં સાંકડા છે.


  • ફળ અને વૃક્ષ
  • બોર અને બોરડી
  • નારિયેર અને નારિયેરી
  • કારેલુ અને કારેલી

જરૂર વાંચો.

દ્વિરૃક્ત અને રવાનુકરી, અનુગ, નામયોગી અને કેવળપ્રયોગીની સમજૂતી

ક્રિયાપદ અને કૃદંતની સમજૂતી તેઓના પ્રકારો સહીત

વિશેષણ અને તેના પ્રકારો

નિપાતની સમજૂતી અને તેના પ્રકારો

નામનું વચન અને સર્વનામની ઉદાહરણ સાથે સમજૂતી

નામ(સંજ્ઞા) અને તેના પ્રકારો ઉદાહરણ સહીત

છંદના પ્રકારો

છંદ એટલે શું?

Post a Comment

0 Comments