ગુજરાતી વ્યાકરણ - વાક્યના પ્રકારોની સમજૂતી ઉદાહરણ સહીત

વાક્યના બે વિભાગ - ઉદ્દેશ્ય અને વિધેય

(વાક્યોના આધારે તેના પ્રયાગો)

ઉદેશ્ય ખંડ - નામ ખંડ

વિધેય ખંડ - ક્રિયા ખંડ 

ઉદેશ્ય

વિધેય

છોકરી

ગાય છે.

ભુખડ બનીને ખાવું 

યોગ્ય નથી.

હું

સાંભળતો નથી.

હું તમે કહો છો 

સાંભળતો નથી.

1. સાદું, સંકુલ અને મિશ્ર વાકય

સાદું વાક્યના ઉદાહરણો 

  • નયનનું ભણતર સારું.
  • દિશા હંમેશા સારા કામમાં વ્યસ્ત રહે છે.

મિશ્ર વાક્યના ઉદાહરણો

  • એ છોકરો વાંચી શકે છે પણ લખી શકતો નથી.
  • મનુષ્ય ધારે છે કાંઈ અને થાય છે કાંઈ.
  • એ આવ્યો ખરો પણ એણે પરીક્ષા આપી નહીં.
  • તેણે મેહનત કરી તેથી તે પાસ થયો.

સંકુલ વાક્યના ઉદાહરણો

  • એક મુખ્ય વાક્ય અને એના ઉપર અવલંબિત વાક્ય.
  • તમે ખાતા હશો તે હું ખાઈશ.
  • જરૂર પડશે ત્યારે મદદ માંગી લઈશ.
  • જયારે તું નાપાસ થઈશ ત્યારે ખબર પડશે.


  1. વિધાન વાક્ય
  2. પ્રશ્નવાક્ય
  3. આજ્ઞાર્થવાક્ય
  4. ઉદગાર વાક્ય


2. વિધિ વાક્ય અને નિષેધ વાક્ય

વિધિ વાક્ય

  • હું કાલે અમદાવાદ આવીશ.
  • હું કાલે અમદાવાદ આવ્યો હતો.
  • તેને ઉદ્ઘાટનમાં લઇ જજો.

નિષેધ વાક્ય

  • તેને ઉધાનમાં ન લઇ જતાં.
  • હું કાલે અમદાવાદ આવ્યો ન હતો.


3. કર્તરિ, કર્મણિ અને ભાવે રચના

કર્તરિ વાક્ય

  • લક્ષ્ય વાંચે છે.
  • નીતા વેણી ગૂંથે છે.
  • સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે.
  • હું કશું બોલ્યો નહિ.
  • તેણે ખાધું નહિ.

કર્મણિ વાક્ય

  • લક્ષ્યથી વંચાય છે.
  • નિતાથી વેણી ગૂંથાય છે.
  • સરકાર તરફથી રાહત કેન્દ્રો ખોલાયા.
  • મારાથી કશું બોલાયું નહિ.
  • તેનાથી ખાઈ શકાયું નહિ.

અપવાદરૂપ

  1. મારુ પાકીટ ચોરાઈ ગયું.
  2. દાંત દુખતો હોય તો શેરડી ના ખવાય.
  3. વિધાર્થીઓને જણાવવામાં આવે છે કે તેમની ફી સમયસર ભરી દે.

ભાવે વાક્ય

  • વાઘ કૂદયો. - વાઘથી કૂદયું.
  • હેતલે લકયુ. - હેતલથી લખાયું.
  • નિશા રડી પડી. - નિશાથી રડી પડાયું.


4. સદા, પ્રેરક અને પુન : પ્રેરક :

સાદું 

  • શિક્ષક વાંચે છે. 
  • વિદ્યા રડે છે.
  • બાળક રમે છે.

પ્રેરક 

  • શિક્ષક વંચાવે છે.
  • વિધા રડાવે છે.
  • મોટી બેન બાળકને રમાડે છે.

Also Read

દ્વિરૃક્ત અને રવાનુકરી, અનુગ, નામયોગી અને કેવળપ્રયોગીની સમજૂતી

ક્રિયાપદ અને કૃદંતની સમજૂતી તેઓના પ્રકારો સહીત

વિશેષણ અને તેના પ્રકારો

નિપાતની સમજૂતી અને તેના પ્રકારો

નામનું વચન અને સર્વનામની ઉદાહરણ સાથે સમજૂતી

લિંગ અને વચન

નામ(સંજ્ઞા) અને તેના પ્રકારો ઉદાહરણ સહીત

છંદના પ્રકારો

છંદ એટલે શું?

સંયોજક અને તેના પ્રકારો

Post a Comment

0 Comments