ગુજરાતી વ્યાકરણ - નામનું વચન અને સર્વનામની ઉદાહરણ સાથે સમજૂતી

નામનું વચન અને સર્વનામની ઉદાહરણ સાથે સમજૂતી

નામનું વચન

સાધારણ રીતે એક વસ્તુ માટે એકવચન અનર એકથી વધુ વસ્તુ મારે બહુવચન વપરાય છે.

ઉદાહરણ

ઘોડો - એક વચન

ઘોડા - બહુવચન


નામને અંતે અ, આ, ઇ, ઈ, ઉ, કે ઊ હોય તો તેને "ઓ" પ્રત્યય લગાડવાથી બહુવચનું રૂપ બને છે.


અ શબ્દના ઉદાહરણો 

પુસ્તક - પુસ્તકો

પર્વત - પર્વતો 

દેશ - દેશો 

રાજ્ય - રાજ્યો


આ શબ્દના ઉદાહરણો

વાર્તા - વાર્તાઓ 

રાજા - રાજાઓ 

શાળા - શાળાઓ


ઇ શબ્દના ઉદાહરણો 

ઋષિ - ઋષિઓ

કવિ - કવિઓ

મૂર્તિ - મૂર્તિઓ


ઈ શબ્દના ઉદાહરણો

નદી - નદીઓ

હાથી - હાથીઓ

પ્રવાસી - પ્રવાસીઓ


ઉ શબ્દના ઉદાહરણો

વસ્તુ - વસ્તુઓ

ગુરુ - ગુરુઓ

સાધુ - સાધુઓ


ઊ શબ્દના ઉદાહરણો

પુત્ર વધુ - પુત્રવધૂઓ


નામ "ઓ" કરાતા હોય તો "ઓ" નો "આ" કરવાથી બહુવચન થાય છે.

છોકરો - છોકરા, છોકરાઓ

ઘોડો - ઘોડા, ઘોડાઓ


સર્વનામ

નામ (સંજ્ઞા) ને બદલે વપરાતા શબ્દોને "સર્વનામ"કહેવાય.

વાક્યમાં કરતાં અને કર્મ તરીકે સર્વનામ આવી શકે છે.

સર્વનામના ઉપયોગથી વાક્ય ટૂંકું અને સરળ બને છે.


પુરુષ 

એકવચન

પહેલો પુરુષ

હું, મારાથી, મારું, મારામાં

બીજો પુરુષ

તું, તમે, તારાથી, તારું, તારામાં

ત્રીજો પુરુષ

તે, તેને, તેનાથી, તેનું, તેનામાં

1st

અમે, અમને, અમારાથી, અમારું, અમારામાં

2nd

તમે, તમને, તમારાથી, તમારું, તમારામાં

3rd

તેઓ, તેઓને, તેમનું, તેમનાથી, તેઓનું, તેમનામાં


"આપણે" - પહેલા - બીજા પુરુષનું સયુંકત સર્વનામ છે.

ઉદાહરણો

  1. હું બુલવાનો છું.
  2. તમારામાંથી બિલાડીની ડોકે ઘંટ કોણ બાંધશે?
  3. અમારામાં કોઈ ડરે એવું નથી.
  4. તમે આખો પ્રસંગ વર્ણવો.
  5. મેં તેમને મારી વાત કહી.
  6. તે અમદાવાદ જવાનો છે.
  7. મને બોલાવીને તેઓએ ઠપકો આપ્યો.
  8. આપ મારી વાત સાંભળશો?
  9. તે મારી વાત માનશે.
  10. આપણે સાથે જઈશું.
  11. મારાથી બોલી જવાયું.
  12. આપણાથી આ કામ ન થાય.
  13. માતુ ગીર મને વ્હાલું છે.
  14. તેનામાં બુદ્ધિ નથી.
  15. તારાથી પરીક્ષા પાસ ન થાય.

સર્વનામના પ્રકારો નીચે મુજબ છે.


સ્વવાચક સર્વનામ

જે સર્વનામ પુરુષ વાચક સર્વનામ સાથે વપરાઈને પોતાને ઓળખે છે તે સ્વવાચક સર્વનામ કહેવાય.

સ્વવાચક સર્વનામોના ઉદાહરણો

  1. હું પોતે આવ્યો હતો.
  2. તમે ખુદ આવજો.
  3. તમે જાતે જ લખો.
  4. મેં સ્વયં તમારી વાત સાંભળી હતી.
  5. તેને પોતાનું કામ બીજા પાસે કરાવવાની આદત છે.
  6. તેનામાં આપોઆપ સાંજ આવી ગઈ.


દર્શકવાચક સર્વનામ

પાસેની કે દૂરની પણ પ્રત્યક્ષ વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા વપરાતા સર્વનામોને દર્શકવાચક સર્વનામ કહેવામાં આવે છે.

  1. દર્શકવાચક સર્વનામના ઉદાહરણો
  2. પેલા ભાઈને મેં તમારી ચાવી આપી છે. 
  3. પેલી સ્ત્રીએ તમારા માટે હળવો મોકલ્યો.
  4. ઈ મોટો છે.
  5. આણે મને માર્યો.
  6. તેણે મારો કોણ લીધો.
  7. એ ત્યાં કામ કરતો હતો.
  8. મારા માટે ઓલ્યું લાવ્યો?
  9. તને કઈ છોકરી ગમે છે? આ કે પેલી?
  10. 'આ રહ્યા ઇંગ્લેન્ડના એક યશસ્વી વડાપ્રધાન.'


સાપેક્ષ સર્વનામ / સંબંધી સર્વનામ

એકબીજાની અપેક્ષાએ વપરાતા સર્વનામોને સાપેક્ષ સર્વનામ કહેવાય છે.

આવા વાક્યોમાં પહેલો ભાગ બોલ્યા પછી બીજો ભાગ બોલાવો જ પડે છે.

સાપેક્ષ સર્વનામના ઉદાહરણો

  1. જે ખાડો ખોદે તે પડે.
  2. જે વાંચે તે પાસ થાય.
  3. જેને રામ રાખે તેને કોઈ ન ચાખે.
  4. જેને ધગશ હોય તેને ઊભા થવાનું છે.
  5. જેણે આપી જાણ્યું તેણે જીવી જાણ્યું.
  6. જે વાવશે તે લણશે.
  7. જેને દેશની સંસ્કૃતિને પ્રેમ કર્યો તેણે પોતાનું જીવન સુધર્યું.
  8. જો વાંચશો તો પાસ થશો.
  9. જયારે મહેમાન આવ્યા ત્યારે તે સૂતો હતો.


અન્યોન્યવાચક સર્વનામ

એકબીજાના સંદર્ભમાં વપરાતા સર્વનામને અન્યોન્યવાચક સર્વનામ કહેવાય છે.

  • અરસ-પરસ
  • પરસ્પર
  • એક-બીજા


પ્રશ્નવાચક સર્વનામ

નામને બદલે વપરાતા અને પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવાતા પદને પ્રશ્નવાચક સર્વનામ કહેવામાં આવે છે.


પ્રશ્નવાચક સર્વનામના ઉદાહરણો

  1. આ ઓરડામાં કોણ ફરે છે?
  2. તમારે ચુ જોઈએ છે?
  3. તમારે શેમાં જવું છે?
  4. તમારે ક્યાં જવું છે?
  5. કોને પ્રશ્ન રજુ કરવાના છે?
  6. તમને અહીં કોણે પહોંચાડ્યા?
  7. કોનું પુસ્તક છે?
  8. કોને કહો છે?
  9. હું ખોટો નથી એ કેમ સમજાવું?


અનિશ્ચિત સર્વનામ

જે સર્વનામ વડે ચોક્કસ વ્યક્તિ કે પદાર્થને અર્થ સૂચવતો નથી તેવા સર્વનામને અનિશ્ચિત સર્વનામ કહે છે.

અનિશ્ચિત સર્વનામના ઉદાહરણો

  1. તમે કંઈક કહો!
  2. કોઈકે બૂમ પાડી.
  3. કેટલાક લોકો આવ્યા.
  4. મારે ફલાણી વસ્તુ જોઈએ છે.
  5. અમુક લોકો સ્વાર્થ મારે કામ કર્તા હોય છે.
  6. કોઈપણ માણસ પત્નીને સહન ન કરી શકે.
  7. અન્ય વાત માટે સંભળાવી છે.
  8. ઘણી બાબતો અંગે અમારી વચ્ચે વાતો થઇ.


જંકચર અને સ્વરભાવ

જંકચરના ઉદાહરણો

સરકાર સારી છે. - સાર કાર સારી છે.

ખાતું ખાતું બોલે છે. - ખા તું ખા તું બોલે છે.

વાડીલાલ ફૂલો આપે છે. - વાડી લાલ ફૂલો આપે છે.

આભાર શાનો? - આ ભાર શાનો?

ભાઇલાલ સાડી લાવ્યા. - ભાઈ લાલ સાડી લાવ્યા.

દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર. - દીવાનથી દરબારમાં છે અંધારું ઘોર.


સ્વરભારના ઉદાહરણો

સારું - સા...રું

ઠીક - ઠી...ક

એમ - એ...મ

હા - હ...

શું ખાધું - શું ખાધું ? 

Also Read

દ્વિરૃક્ત અને રવાનુકરી, અનુગ, નામયોગી અને કેવળપ્રયોગીની સમજૂતી

ક્રિયાપદ અને કૃદંતની સમજૂતી તેઓના પ્રકારો સહીત

વિશેષણ અને તેના પ્રકારો

નિપાતની સમજૂતી અને તેના પ્રકારો

લિંગ અને વચન

નામ(સંજ્ઞા) અને તેના પ્રકારો ઉદાહરણ સહીત

છંદના પ્રકારો

છંદ એટલે શું?

Post a Comment

0 Comments