ગુજરાતી વ્યાકરણ - નામ(સંજ્ઞા) અને તેના પ્રકારો ઉદાહરણ સહીત

નામ (સંજ્ઞા) એટલે શું ?

જે શબ્દ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરતો હોય અને વાક્યમાં કર્તા કે કર્મની જગ્યાએ આવી શકતો હોય તેને નામ કહેવાય.


નામના કેટલા પ્રકાર છે?

નામના કુલ પાંચ પ્રકાર છે.

  1. જાતિવાચક નામ
  2. વ્યક્તિવાચક નામ
  3. સમૂહવાચક નામ
  4. દ્રવ્યવાચક નામ
  5. ભાવવાચક સંજ્ઞા


1. જાતિવાચક નામ

જે નામ આખા વર્ગને લાગુ પેસ્ટ હોય તેને જાતિવાચક નામ કહેવાય છે.

ઉદાહરણ - દેશ, શહેર,પર્વત,વાદળ,મોર,નદી.


2. વ્યક્તિવાચક નામ

કોઈ એક પ્રાણી કે પદાર્થ પોતાની જાતિ બીજા પ્રાણી કે પદાર્થથી અલગ પાડી ઓળખાવા જે ખાસ નામ વપરાય તેને વ્યક્તિવાચક નામ કહેવાય.

ઉદાહરણ - ગુજરાત, હિમાલય,ગાંધીનગર,ગંગા, ભારત, કબીરવડ.

  • મનુભાઈ અમારા આદર્શ શિક્ષક છે.
  • ભારત આપનો દેશ છે.
  • હિમાલય ભારતનો સૌથી ઊંચો પર્વત છે.


3. સમૂહવાચક નામ

વ્યક્તિ પ્રાણી કે વસ્તુઓના સમૂહને જે નામ ઓળખવામાં આવે તેને સમુહવાચક નામ કહેવાય.

ઉદાહરણ - ટુકડી, સમિતિ, મેળો, કોજ, કાફલો, ધણ, લૂમ હાર, સભા, સરઘસ, મંડળી, ટોળું, વણઝાર, પ્રજા, સંઘ, કાફલો, ભંડોળો, ઝુમખું, હાર, સૈન્ય, લશ્કર, કટક, ખાંડુ.


4. દ્રવ્યવાચક નામ 

કોઈ દ્રવ્ય એટલે કે પદાર્થને ઓળખવા માટે વપરાતું નામ એ દ્રવ્યવાચક કહેવાય.

ઉદાહરણ - ચાંદી, સોનુ, ઘી, દૂધ, પાણી, ઘઉં, તેલ, પેટ્રોલ, કેરોસીન, રૂ, કાપડ, લાકડું, માટી, અગ્રિ, હવા , મધ.


5. ભાવવાચક સંજ્ઞા

જે કોઈ ને સ્પર્શી ના શકાય, જેને રંગ, રૂપ કે આકાર ન હોય, જે માત્ર મનથી સમજાય કે ઇન્દ્રિયો વડે જેને અનુભવી શકાય તેવી સંજ્ઞાના ને 'ભાવવાચક સંજ્ઞા' કહેવાય.

ઉદાહરણ - સચ્ચાઈ, બુરાઈ, હર્ષ, શોક, વાંચન, ગરીબાઈ, નિરાંત, ગરમી, ઠંડી, ગળપણ, મીઠાશ, સેવા, દયા, માનવતા, ઉછેર, જાગૃતિ, વિચાર કાળાશ, ઝણઝણાટ.

અપવાદ - ઘણી વાર સંજ્ઞાવાચક નામનો જાતિવાચક નામ તરીકે ઉપયોગ થાય છે.

ઉદાહરણો

  • આ કવિ તો જાણે બીજો નરસિંહ મેહતા.
  • નયન અમારી શાળાનો સચિન છે.
  • તે રાજા ઉદારતાના કર્ણ છે.

Also Read

દ્વિરૃક્ત અને રવાનુકરી, અનુગ, નામયોગી અને કેવળપ્રયોગીની સમજૂતી

ક્રિયાપદ અને કૃદંતની સમજૂતી તેઓના પ્રકારો સહીત

વિશેષણ અને તેના પ્રકારો

નિપાતની સમજૂતી અને તેના પ્રકારો

નામનું વચન અને સર્વનામની ઉદાહરણ સાથે સમજૂતી

લિંગ અને વચન

છંદના પ્રકારો

છંદ એટલે શું?

Post a Comment

0 Comments