નિપાત
નિ+પાત = પડવું તેથી તેને નિપાત તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાતીમાં કેટલાક ઘટકો એવા છે જે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયાવિશેષણ અને ક્રિયાપદ સાથે આવીને જુદું જુદી અર્થછાયાઓ દર્શાવે છે, એમને 'નિપાત' તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાતીમાં 'જ', 'તો', 'પણ', 'થ', 'ફક્ત', 'તદ્દન', 'સાવ', 'છેક', 'માત્ર', 'ખરું', 'સુધ્ધાં', 'જી' , 'હોં', જેવા નિપાત જોવા મળે છે.
નિપાત ના પ્રકારો નીચે મુજબ છે.
1. ભાવવાચક નિપાત
વાક્યમાં જયારે ભાર મુકવાનો હોય ત્યારે આ નિપાતનો ઉપયોગ થાય છે.
જ, તો, પણ, સુધ્ધાં, વગેરે ભારવાચક નિપાતો છે.
ઉદાહરણ
- તમે જ આવજો.
- તમે પણ આવજો.
- ભણેલાં સુધ્ધાં આવી ભૂલ કરે છે.
- તમેય આજે વાંચવા બેઠા!
- હું તો જઈશ.
- એનું કામ ધીમુંય ખરું.
- એણે મને પણ બોલાવ્યો.
- હું પણ આવ્યો હતો.
- આખરે રસ્તો પણ રાત્રે સુમસામ થઇ જાય છે.
- વૃક્ષો ઉપર પણ વસંત દેખાતી હતી.
2. સીમાવાચક નિપાત
ઉદાહરણો
- ફક્ત દસ વખત લખજો.
- મેળામાં તદ્દન સામાન્ય બાબતમાં ઝઘડો થયો.
- ફક્ત દસ મિનિટમાં અમે લખ્યું.
- બાળકો સિવાય કોઈ ન હતું.
- હોટેલ પહોંચ્યા ત્યારે છેક સામાન યાદ આવ્યો.
- નદીઓમાં માત્ર ચોમાસામાં પૂર આવે છે.
- પરીક્ષામાં સાવ છેલ્લો નંબર તેનો હતો.
- મારે માત્ર લખવાનું હતું.
- ફક્ત હું હાજર રહ્યો હતો.
3. ત્રકીર્ણં નિપાત
ખાતરી, વિનંતી, આગ્રહ અને અનુમતિ દર્શાવવા ઉપયોગી થાય છે.
- અંદર આવોને. (આગ્રહ)
- કોઈ તકલીફ નથી ને?
- બધા લોકો આવશે ને?
- હવે પરીક્ષામાં પાસ થવું છે ને?
- ભાઈ, થોડી ચા લેશો ને?
એમ કે (અવધારણ વાચક)
- મને એમ કે તમે નહિ ચાલી શકો.
- શિક્ષકોને એમ કે મને દાખલો નહીં આવડે.
- મને એમ કે તમે આવશો.
હોં (અનુમતિ/ સ્વીકૃતિવાચક નિપાત)
- તમે આવજો હોં.
- તમે વાંચજો હોં.
4. વિનયવાચક નિપાત
આદર કે માન દર્શાવવા ઉપયોગ થાય છે.
'જી' વિનયવાચક નિપાત છે.
- બાપુજી, પૈસા મોકલાવો.
- ભૂલચૂક માફ કરશોજી.
- પાત્રનો જવાબ લખશોજી.
- બહેનજી, મને ચાવી આપો.
- જીજાજી, અહીં આપો.
Also Read
દ્વિરૃક્ત અને રવાનુકરી, અનુગ, નામયોગી અને કેવળપ્રયોગીની સમજૂતી
ક્રિયાપદ અને કૃદંતની સમજૂતી તેઓના પ્રકારો સહીત
નામનું વચન અને સર્વનામની ઉદાહરણ સાથે સમજૂતી
0 Comments