ગુજરાત ના ગણા બધા શહેરો તેમના ઉદ્યોગો ના વિકાસ માટે દુનિયા ભરમાં પ્રસિદ્ધ છે અને તેજ ઉદ્યોગો ના મોસ્ટ IMP MCQ ની ચર્ચા અપને આજે કરવાના છીએ.
જરૂર વાંચો - શું ગુજરાત નું PSI 2022 નું પેપર લીક થઇ ગયું છે? | 2022 માં નિધન થયેલ પ્રસિદ્ધ વ્યક્તિઓ
ગુજરાતમાં વખણાતી ચીજ વસ્તુઓ
હાથીદાંતની બનાવતો અને લાકડાના રમકડાં માટે કયું શહેર પ્રખ્યાત છે? - મહુવા
પિત્તળ નું નકશીકામ અને પેંડા માટે કયું શહેર વખણાય છે? - શિહોર
ગાંઠિયા અને પટારા ક્યાં શહેર માં પ્રખ્યાત છે? - ભાવનગર
પટોળા માટે કયું શહેર જાણીતું છે? - પાટણ
ચીંકી પેંડા ફરસાણ અને ચાંદીનું નકશીકામ માટે કયું શહેર ઓળખાય છે? - રાજકોટ
ઘડિયાળ અને ટાઇલ્સ નો ઉદ્યોગ ક્યાં શહેરમાં વિકસિત થયો? - મોરબી
રાજકોટમાં આવેલું જેતપુર શાના માટે પ્રખ્યાત છે? - સાડી છાપકામ
ગાંઠિયા ક્યાં ના વખણાય છે? - ઉપલેટા
અકીક ના પથ્થર, હલવો, સુતરફેણી અને તાળા માટે ક્યુ શહેર જાણીતું છે? - ખંભાત
ક્યાં શહેરની તુવેરદાળ વખણાય છે? -વાસદ
કંકુ, મેશ, પિત્તળનું નકશીકામ નો ઉદ્યોગ ક્યાં શહેરમાં વિકસ્યો છે? - જામનગર
ભાખરવડી અને લીલો ચેવડો ક્યાં શહેરનું વખણાય છે? - વડોદરા
સોના ચાંદીના ઘરેણાં માટે કયું શહેર ઓળખાય છે? - ભુજ
છરી ચપ્પા અને સૂડીનો ઉદ્યોગ ક્યાં શહેરમાં વિકસ્યો છે? - અંજાર
મરચું ક્યાં નું વખણાય છે? - શેરથા
માટીના રમકડા અને સિરામિક ઉદ્યોગ ક્યાં શહેર માં સારો વિકાસ થયો છે? - થાન
જમણ, ઊંધુયું, ઘારી, જરીકામ અને પોંક માટે કયું શહેર જાણીતું છે? - સુરત
લીલો ચેવડો વખણાતા બે શહેરના નામ જણાવો? - નડિયાદ અને વડોદરા
ગુજરાતમાં મકાઈ માટે કયું શહેર ઓળખાય છે? - દાહોદ
ગુજરાતના ક્યાં શહેરમાં રમકડાંનો ઉદ્યોગ સૌથી વધારે વિકસ્યો છે? - ઇડર
ક્યાં સ્થળની ગાય સૌથી વધુ વખણાય છે? - કાંકરેજ
ક્યાં સ્થળની ભેંસો વધુ વખણાય છે? - જાફરાબાદી
તોલમાપના કાંટા નો ઉદ્યોગ ક્યાં શહેરમાં વિકસ્યો છે? - સાવરકુંડલા
જીરું, અને ઇસબગુલ ક્યાં શહેરનું વખણાય છે? - ઊંઝા
ગોળ ના ઉદ્યોગ માટે કયું નગર પ્રખ્યાત છે? - ગણદેવી
ગોટા ક્યાંના પ્રખ્યાત છે? - ડાકોર
હાફુસ કેરી અને ચીકુ માટે ક્યુ શહેર વખણાય છે? - વલસાડ
કેસર કેરી ક્યાં ની પ્રખ્યાત છે? - તાલાલા
જામફળ માટે કયું શહેર વખણાય છે? - ધોળકા
લાકડાના રમકડાં અને ફર્નિચર માટે ક્યુ શહેર વખણાય છે? - સંખેડા અને મહુવા
0 Comments