ગુજરાતમાં થઇ ગયેલા મહાપુરુષો ના ઉપનામો વિષે પુછાતા Most IMP MCQ ની તૈયારી અહીં કરવા મળી જશે.
ઉપનામ ને અંગ્રેજી ભાષામાં Nickname પણ કહેવામાં આવે છે.
જરૂર વાંચો - શું ગુજરાત નું PSI 2022 નું પેપર લીક થઇ ગયું છે?
મહાપુરુષો ના ઉપનામો માટે મોસ્ટ imp MCQ
રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતી ના સંત તરીકે કોણ ઓળખાય છે? - મહાત્મા ગાંધી (મોહનદાસ કરમચંદ ગાંધી)
ભારતના બિસ્માર્ક કોને કહેવામાં આવેલ છે? - સરદાર વલ્લભભાઈ પટેલ / લોખંડી પુરુષ
કેમ સરદાર વલ્લભભાઈ પટેલ ને બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે? - સ્વતંત્ર ભારતના જેટલા ભી દેશી રજવાડા હતા તેનું એકત્રી કરણ નું કામ સરદાર વલ્લભભાઈ કર્યું હતું તેથી તેઓને બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાતના અકબર તરીકે કોને ઓળખવામાં આવતો હતો? - મહંમદ બેગડો
ડોક્ટર ચંદુલાલ દેસાઈ ને કાયા ઉપનામે ઓળખવામાં આવતા હતા? - છોટે સરદાર
ભારતીય ઉદ્યોગ ના પિતામહ તરીકે કોને ઓળખવામાં આવતા હતા? - જમશેદ જી ટાટા
કોને શ્વેતક્રાંતિના જનક તરીકે ઓળખવામાં આવતા હતા? - વર્ગીસ કુરિયન
ભારતીય અણુશક્તિ ના પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે? - ડૉક્ટર હોમી ભાભા
કોને ક્રિકેટ ના જાદુગર કહેવામાં આવતા હતા? - જામ રણજીતસિંહજી
આજના સમય માં પણ જામ રણજીતસિંહ ના નામે રણજિત ટ્રોફી ટુર્નામેન્ટ ચાલે છે.
મહિલા વિકાસ પ્રવુતિના મશાલચી કોને કહેવામાં આવતું હતું? - પુષ્પાબહેન મહેતા
ભારતની સંસદના પિતા (father of parliament) કોને કહેવામાં આવે છે? - ગણેશ વાસુદેવ માવળંકર
ગુજરાતનો અશોક તરીકે કોણ ઓળખાય છે? - કુમારપાળ
બાળકોની મુછાળી માં કોને કહેવાતું હતું ? - ગિજુભાઈ બધેકા
સાક્ષાત સરસ્વતી ના નામે કોને ઓળખવામાં આવતા હતા? - શ્રીમદ રાજચંદ્ર
ગુજરાતના આદિ કવિ તરીકે કોણ ઓળખાય છે? - નરસિંહ મહેતા
જન્મ જન્મ ની દાદી તરીકે કોણ ઓળખાતું હતું? - મીરાંબાઈ
કોને જ્ઞાનનો વડલો કહેવામાં આવતો હતો? - અખો
નિર્ભય પત્રકાર અને યુગ વિધાયક સર્જક તરીકે કોને ઓળખવામાં આવતો હતો? - નર્મદ
રાષ્ટ્રીય શાયર અને કસુંબીનો રંગ નું ગાયક તરીકે કોણ ઓળખાતું હતું? - ઝવેરચંદ મેઘાણી
ગુજરાતી સાહિત્યમાં મહાકવિ તરીકે કોણ ઓળખાય છે? - પ્રેમાનંદ
ક્યાં કવિને વિશ્વ શાંતિ નો કવિ કહેવાતું? - ઉમાશંકર જોશી
ક્યાં સાહિત્યકારને સાહિત્યજગતનો ચમત્કાર કહેવામાં આવતું? - પન્નાલાલ પટેલ
ગુજરાતી સાહિત્યમાં કવિવર તરીકે કોણ જાણીતા હતા? -ન્હાનાલાલ
સુરતાની વાડીનો મીઠો મોરલો કોને કહેવામાં આવતું? - કલાપી
ગુજરાતી સાહિત્યમાં પંડિત યુગના પુરોધા કોને કહેવામાં આવે છે? - ગોવર્ધનરામ ત્રિપાઠી
આનંદશંકર ધ્રુવ ક્યાં ઉપનામે ઓળખાતા હતા? - પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ
ચુનીલાલ આશારામ ભગત ક્યાં નામે ઓળખાતા હતા? - પૂજ્ય મોટા
ગુજરાતના કલાગુરુ નું બિરુદ કોને આપવામાં આવ્યું હતું? - રવિશંકર રાવલ
કળિયુગના ઋષિ અને મૂકસેવક તરીકે કોણે ઓળખામાં આવતા હતા? - રવિશંકર મહારાજ
નરસિંહરાવ દિવેટિયા ક્યાં ઉપનામે ઓળખાતા હતા? - સાહિત્ય દિવાકર
મહાત્મા ગાંધીએ ડુંગળી ચોર નું બિરુદ કોને અપાવ્યું હતું? - મોહનલાલ પંડ્યા
આમિર શહેરના ગરીબ ફકીર તરીકે કોને ઓળખવામાં આવતા હતા? - ઇન્દુલાલ યાજ્ઞિક
ચરોતરનું મોટી કોનું ઉપનામ હતું? - મોતીલાલ અમીન
ગુજરાતની અસ્મિતના આધપ્રવર્તક કોને કહેવામાં આવતા હતા? - રણજિતરામ વાવાભાઇ મહેતા
ગુજરાતી સાહિત્યમાં કાલિકાલસર્વજ્ઞ તરીકે પણ કોને ઓળખવામાં આવતા હતા? - હેમચંદ્રાચાર્ય
કવિ અખંડાનંદ ને શું કહેવામાં આવે છે? - જ્ઞાનની પરબ
ગુજરાત માં "શીલભદ્ર શ્રેષ્ઠી" તરીકે કોણ ઓળખાય છે? - કસ્તુરભાઈ લાલભાઈ
પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત તરીકે કોણ ઓળખાતું હતું? - પંડિત સુખલાલજી
ગુજરાતી પત્રકારત્વનું આદિપુરુષ કોને કહેવામાં આવતું હતું? - ફરદુનજી મરઝબાન
લોકાભિમુખ રાજપુરુષ તરીકે કોણ ઓળખાતું હતું? - એલેકઝાન્ડર ફોર્બ્સ
સર જમશેદજી જીજીભાઈ ને શું કહેવામાં આવતું હતું? - હિન્દના હાતિમતાઇ
0 Comments