ગુજરાતના શહેરોના પ્રાચીન નામોના MCQ

ગુજરાતના શહેરોના પ્રાચીન નામોના MCQ

આ પોસ્ટ માં તમને મોટા ભાગના શહેરોના નવા અને જુના નામે વિષે પુછાતા MCQ ની યાદી જોવા મળી જશે.

જરૂર વાંચો - શું ગુજરાત નું PSI 2022 નું પેપર લીક થઇ ગયું છે?


ગુજરાતના શહેરોના પ્રાચીન નામોના MCQ

'ભાવનગર' નું પ્રાચીન નામ શું છે? - ગોહિલવાડ

'વટપત્રક' ક્યાં શહેરનું જૂનું નામ છે? - વડોદરા

'સુરત' નું પ્રાચીન નામ છે? - સુર્યપુર

જામનગર અને દેવભૂમિ દ્વારિકા નો પ્રદેશ પ્રાચીન સમય માં ક્યાં નામે ઓળખાતો હતો? - હાલાર

'હિંમતનગર' નું પ્રાચીન નામ શું હતું? - અહમદનગર

કયો શહેર પ્રાચીન સમય માં 'પ્રહલાદનગર' તરીકે ઓળખાતો? - પાલનપુર

'કડી' નું પ્રાચીન નામ શું છે? - કતિપુર

'વિસનગર' પ્રાચીન સમયમાં ક્યાં નામે ઓળખાતો હતો? - વિસલનગર

'ખંભાત' નું પ્રાચીન નામ શું હતું? - સ્તંભતિર્થ

'કપડવંજ' નું પ્રાચીન નામ શું હતું? - કર્પણ વાણિજ્ય

પ્રાચીન સમયમાં 'વલરખંડ' તરીકે કયો નગર ઓળખાતો હતો? - વલસાડ

'વડાલી' નું પ્રાચીન નામ શું હતું? - વડપલ્લી

પ્રાચીન સમયમાં 'ખેડા' ક્યાં નામે ઓળખાતો હતો? - ખેટક

'વેરાવળ' નું જૂનું નામ શું હતું? - વેરકુલ

પ્રાચીન સમયમાં 'તીથલ' ક્યાં નામે ઓળખાતો હતો? - તીર્થસ્થળ

'વાત્રઘની' કોનું પ્રાચીન નામ હતું? - વાત્રક

પ્રાચીન સમયમાં 'ડભોઇ' ક્યાં નામે ઓળખાય છે? - દર્ભવતી

'વઢવાણ' નું પ્રાચીન નામ શું હતું? - વર્ધમાનપુર

'શખલેશ્વર' ને પ્રાચીન સમયમાં ક્યાં નામે ઓળખાતો હતો? - શખપુર

'ચાંપાનેર' નું પ્રાચીન નામ શું હતું? - મુહમદાબાદ

'કર્ણાવતી' ક્યાં શહેરનું પ્રાચીન નામ હતું? - અમદાવાદ

આનંદપુર, આનર્તપુર, ચમત્કારપુર તરીકે ક્યુ નગર ઓળખાતું હતો? -  વડનગર

'પોરબંદર' નું પ્રાચીન નામ શું હતું? - સુદામાપુરી

'જૂનાગઢ' નો પ્રદેશ પ્રાચીન સમયમાં ક્યાં નામે ઓળખાતો હતો? - સોરઠ

ગિરનારનું  'પૌરાણિક નામ' શું હતું? - રૈવતક

'અમરેલી' પ્રાચીન સમયમાં ક્યાં નામે ઓળખાતો હતો? - અમરાવતી

'નવસારી' નું પ્રાચીન નામ શું હતું? - નવસારીકા

પ્રાચીન સમયમાં 'સુરેન્દ્રનગર' નો પ્રદેશ ક્યાં નામે ઓળખાતો હતો? - ઝાલાવાડ

'દ્વારકા' નું જૂનું નામ શું હતું? - દ્વારવતી

'ભરૂચ' નું પ્રાચીન નામ શું હતું? - ભુગુકચ્છ

'ડાકોર' પ્રાચીન સમયમાં ક્યાં નામે ઓળખાતું હતું? - ડકપુર

'ભદ્રેશ્વર' નું પ્રાચીન નામ શું હતું? - ભદ્રાવતી

'હળવદ' નું પ્રાચીન નામ શું હતું? - હલપદ્ર્ર

પ્રાચીન સમયમાં 'દાહોદ' ને ક્યાં નામે ઓળખવામાં આવતું હતું? - દઘીપદ્ન

'નર્મદા' નદી નું પૌરાણિક નામ શું છે? - રેવા

'પર્ણાશા' એ કોનું પ્રાચીન નામ છે? - બનાસ

'ધોળકા' નું પ્રાચીન નામ શું હતું? - ધવલક

'ગણદેવી' નું પ્રાચીન નામ શું હતું? - ગુણપાદિકા

'તારણદુર્ગ' તરીકે પ્રાચીન સમયમાં શું ઓળખાતો હતું? - તારંગા

'મોડાસા' નું પ્રાચીન નામ શું હતું? - મહુડાસુ

Post a Comment

0 Comments