ગુજરાતના વિવિધ મેળાઓ, સ્થળ અને સમય વિષે જાણકારી

ગુજરાતના વિવિધ મેળાઓ, સ્થળ અને સમય વિષે જાણકારી

ગુજરાતના મેળાઓ વિષે ટૂંકમાં જાણકારી

ગુજરાતમાં દર વર્ષે 1600 જેટલા મેલા ભરાય છે.

સૌથી વધુ મેલા સુરત જિલ્લમાં ભરાય છે જેની સંખ્યા 159 જેટલી છે.

સૌથી ઓછા મેલા ડાંગ જિલ્લમાં ભરાય છે જેની સંખ્યા 7 છે.

સૌથી વધુ મેલા શ્રાવણ માસમાં ભરાતા હોય છે.


ગુજરાતના વિવિધ મેળાઓ, સ્થળ અને સમય વિષે જાણકારી

1. ભવનાથ નો મેળો

સમય - મહા વદ તેરસના દિવસે ભરાય છે.

સ્થળ - જૂનાગઢના ગિરનારના તળેટીના સુવર્ણ રેખા નદી નજીક ભરાય છે.

આ મેળામાં હજારો અઘોરી બાવા આવે છે તેથી જૂનાગઢને સાધુનો પિયર પણ કહેવામાં આવે છે.


2. તરણેતર નો મેળો

સમય - ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ છઠ

સ્થળ - ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર, તરણેતર તા- થાનગઢ, જિલ્લા સુરેન્દ્ર નગર

ગુજરાતનો સૌથી પ્રખ્યાત મેળો રંગબેરંગી ભરત ભરેલી છત્રીઓ માટે જાણીતો છે.

આ મેળામાં ભરવાડ યુવક યુવતીઓ નૃત્ય કરે છે અને કોળી બહેનો ત્રણ તાળી નો રસ રામે છે.


3. વોઠા નો મેળો

સમય - કાર્તિક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી (દેવ દિવાળી)

સ્થળ - અમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ખાતે સાત નદીના સંગમ સ્થળે મેળો ભરાય છે (મેશ્વો, માઝમ, વાત્રક, શેઠી, ખારી, હાથમતી, સાબરમતી)

વોઠાનો મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો છે જેને પશુ મેલા તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ મેળામાં પુષ્કળ પ્રમાણમાં ગધેડાને લે-વેચ થાય છે જેને ગરદફ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે.


4. શામળાજીનો મેળો

સમય - કારતક સુદ અગીયારસથી કારતક સુદ પૂનમ

સ્થળ - મેશ્વો નદી કિનારે અરવલ્લીના શામળાજી ખાતે.

શામળાજીનો મેળો ગુજરાતનો સૌથી લમ્બો ચાલતો મેળો છે.

શામળાજી નો મેળો 21 દિવસ સુધી ચાલે છે.

આ મેળાને આદિવાસી મેળા તરીકે પણ ઓળખાવમાં આવે છે.


5. ચિત્ર-વિચિત્ર મેળો

સમય - કારતક સુદ પૂનમ (દેવ દિવાળી)

આ મેળો સાબરકાંઠા જિલ્લાના ગુણભાખરી ગામે ભરાય છે.

આ મેળામાં પૃથ્વીરાજ સંયુક્તા અને હરણ થાય છે.


6. કાત્યોક નો મેળો

સમય - કારતક સુદ પૂનમ (દેવ દિવાળી)

સ્થળ - સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર, જિલ્લો - પાટણ.

આ મેળો માં મોટા પ્રમાણમાં ઊંટની લે-વેચ થાય છે.


7. ડાકોરનો માણેકઠારી નો મેળો

સમય - આસો પૂનમ (શરદ પૂર્ણિમા)

સ્થળ - ખેડા જિલ્લના ડાકોરમાં રણછોડરાયજી ના મંદિરની પ્રાગણમાં

દંતકથા મુજબ ભક્ત બોડાણા દ્વાર મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી તે મુજબ શરદપૂર્ણિમા ના દિવસે ભગવાન સાક્ષાત આવે છે તેથી તેમને કિંમતી મુગટ પહેરાવવામાં આવે છે.


8. પલ્લીનો મેળો

સમય - આસો સુદ નોમ

સ્થળ - ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે

આ મેળામાં વરદાયની માતાજીની પલ્લીને શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે.


9. જન્માષ્ટમી મેળો

સમય - શ્રાવણ વદ આઠમ

દેવભૂમિ દ્વારિકા


10. ક્વાન્ટનો આદિવાસીનો મેળો

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ધુળેટીના ત્રીજા દિવસે ભરાય છે.


11. અંબાજીનો મેળો

ભાદરવી પૂનમ ના દિવસે બનાસ કાંઠા જિલ્લામાં ભરાય છે.


12. પાલનો મેળો

પાલીતાણા, જિલ્લો ભાવનગર


13. ભાડભૂત નો મેળો

ભરૂચ જિલ્લામાં ભરાય છે.


14. જખનો મેળો

કચ્છના નખત્રાણા તાલુકા ના કાકળભીઠ ખાતે ભરાય છે.


15. રવેચીનો મેળો

કચ્છ જિલ્લાના રાપર ખાતે ભરાય છે.


16. પાલોદર નો મેળો

મહેસાણા જિલ્લાના ચોસઠ જોગણી માતાના મંદિરે ફાગણ વદ અગિયારસ થી તેરસ સુધી ભરાય છે.

આ મેળામાં વરસાદ અને પાક ની આગાહી કરવામાં આવે છે.


17. દુધીરેજ નો મેળો

સુરેન્દર નગર જિલ્લામાં અષાઢી બીજ ના દિવસે ભરાય છે.


18. રીખવદેવ નો જૈન મેળો

ભરૂચ જિલ્લામાં ભરાય છે.


19. ગોળ ગધેડા નો મેળો

દાહોદ જિલ્લાના જેશવાડા ખાતે ભરાય છે.


20. ઝૂંડ નો મેળો

જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે ભરાય છે.


21 . માધવરાય મેળો

પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે ભરાય છે.

આ મેળો ચેત્રમાસ માં પૂનમ ના દિવસે ભરાય છે. 

Also Read

ગુજરાતના મેળાઓ વિષે MCQ

Post a Comment

0 Comments