December 2021 Current Affairs In Gujarati Language (bin sachivalay clerk exam material)

2021 ના ડિસેમ્બર મહિનામાં ગણા નવા કૅરેન્ટ અફેર્સ જોવા મળી શકે છે અને તે બધા નવા કરેંટ અફેર્સ ની જાણકારી મેળવવા માટે તમે અમારા બ્લોગ ને રેગ્યુલર રૂપે વાંચી શકો છો.

અહીં તમને તારીખ સાથે ડિસેમ્બર 2021 ના કરેંટ અફેર્સ ની જાણકારી આપવામાં આવશે અને આ બધા કરેંટ અફેર્સ ગુજરાતી ભાષા માં જોવા મળશે.


1 ડિસેમ્બર 2021

  • હાલમાં એડમિરલ આર. હરિકુમાર એ ભારતીય નૌસેના ના 25માં અધ્યક્ષ બન્યા છે.
  • બાર્બાડોસ દેશ એ પોતાને 400 વર્ષ ની ગુલામી માંથી આઝાદ જાહેર કર્યો છે.
  • ફિલીસ્તીની લોકે સાથે આંતરરાષ્ટ્રીય એકજુટતા દિવસ 29 નવેમ્બર ના રોજ મનાવવામાં આવ્યો હતો.
  • હાલમાં ઓડિશા રાજ્યની આદિવાસી મહિલા માટીલદા ફુલ્લુ ને ફોર્બ્સ ની સૌથી તાકાતવર મહિલાઓની લિસ્ટ માં સામેલ કરવામાં આવી છે.
  • હાલમાં ઈરાન તુકીમીસતાન અજબબૈજાન દેશ એ ગૈસ સ્વૈપ સમજોતા પર કરાર કર્યો છે.
  • ભારત શ્રીલંકા અને માલદીવ દેશ એ પહેલી વખત કોલંબો સુરક્ષા સંમેલન નું આયોજન કર્યું છે.
  • હાલમાં શિવશંકર નું નિધન થયું છે અને તેઓ એક કોરિયોગ્રાફર હતા.
  • હાલમાં મરિયમ વેબસ્ટર દ્વારા વેક્સીન ને પોતાનો 2021 નો word of the year બનાવવામાં આવ્યો છે.
  • ચીન એ પોતાનો નવો સંચાર ઉપગ્રહ Zhongxing-1D લોન્ચ કર્યો.
  • હાલમાં 2 દિવસીય સ્માર્ટ અર્બન ફાર્મિંગ એક્સ્પો નું ઉદ્ઘાટન દિલ્હી માં કરવામાં આવ્યું હતું.
  • હાલમાં ગુજરાત રાજ્યમાં 14000 કરોડ રૂપિયા થી વધારે ના 12 કરાર થયા.
  • હાલમાં "પત્ર ફીયાલા" ચેક ગણરાજ્ય ના નવા વડાપ્રધાન બન્યા.
  • આંધ્ર પ્રદેશ રાજ્યની સરકારે વાહનો પર ગ્રીન ટેક્સ લગાવવા માટે બિલ પાસ કર્યો.
  • હાલમાં હીરો મોટરકોર્પ ના ગૈર કાર્યકારી નિર્દેશક રજનીશ કુમાર બન્યા છે.
  • હાલમાં જાપાન દેશની ફિલ્મ :રિંગ વાઈડીંગ" IFFI માં ગોલ્ડન પીકોક અવૉર્ડ જીત્યો છે.
  • ભારતીય પર્વતારોહણ ફાઉન્ડેશન ની પહેલી મહિલા અધ્યક્ષ હર્ષવન્તિ બિષ્ટ બની છે.
  • હાલમાં CBIC ના નવા અધ્યક્ષ વિવેક જૌહરી બન્યા છે.
  • હાલમાં એલેકઝાન્ડર ઝવેરેવ એ 2021 ATP ફાઇનલ ટાઇટલ જીત્યો છે.
  • હાલમાં વર્લ્ડ કોંગ્રેસ ઓન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની પાંચમી આવૃત્તિ નું ઉદ્ઘાટન રાજનાથ સિંહ એ કર્યું છે.


2 ડિસેમ્બર 2021

  • હાલમાં ગુજરાત સરકાર દ્વારા તાપી નદી માટે સ્પેશલ વેહિકલ પરપઝ રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન ની રચના કરવામાં આવી છે.
  • તાજેતર માં ગુજરાત માં અમદાવાદ માં ગુજરાત ડ્રોન મહોત્સવ યોજવામાં આવ્યો હતો.
  • રાસાયણિક યુદ્ધ ના તમામ પીડિતો માટે નો સ્મરણ દિવસ 30 નવેમ્બર માનાવમાં આવ્યો હતો.
  • હાલમાં નાગાલેન્ડ રાજ્યની પોલીસે :કોલ યોર કોપ" મોબાઈલ એપ્પ લોન્ચ કરી છે.
  • હાલમાં આવેલ પુસ્તક "indian innings: the journey of indian cricket from 1947" ના લેખક અયાઝ મેમન છે.
  • હાલમાં MakeMyTrip એ UDAN યોજના અંતર્ગત નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે કરાર કર્યો છે.
  • હાલમાં જેફ્રી જોન્સન નું નિધન થયું છે અને તેઓ એક કાસ્ટિંગ ડાયરેક્ટર હતા.
  • હાલમાં ભારતીય મૂળના પરાગ અગ્રવાલ Twitter કંપની ના CEO બન્યા છે.
  • જાપાન દેશની ફિલ્મ નિર્દેશક નાઓમી કા વાસે UNESCO ની ગુડવિલ એમ્બેસેડર બની છે.
  • હાલમાં પર્યાવરણ ને પ્રોત્સાહન આપવા માટે પહેલો "અહરબલ મહોત્સવ" જમ્મુ કાશ્મીર માં શરુ થયો છે.
  • હાલમાં અભિનેતા સંજય દત્ત અરુણાચલ પ્રદેશ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે.
  • વર્ષ 2025 સુધી માં દક્ષિણ કોરિયા દેશ ને દુનિયા નો પહેલો તરતો શહેર મળશે.
  • હાલમાં 7 મોં ભારત આંતરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ગોવા માં આયોજિત થશે.
  • હાલમાં લિયોનેલ મેસ્સી એ સાતમી વખત પુરુષો ની બેલેન ડી 'ઓર જીત્યો' છે.
  • હાલમાં RBI એ union bank of india બેન્ક પર કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.
  • મલેશિયાઈ ઓપન સ્કવેશ ચેમ્પિયનશિપ 2021 સૌરવ ઘોષાલ એ જીત્યો છે.
  • હાલમાં ભારતીય નૌસેના ના પ્રમુખ ના રૂપમાં ર હરિ કુમાર એ કાર્યભાર સાંભળ્યો છે.
  • હાલમાં કઝાકિસ્તાન માં SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ ની 20 મી બેઠક ની અધ્યક્ષતા કરી.
  • રાજા પરબા (મિથુન સંક્રાતિ) તહેવાર ઓડિશા માં મનાવવામાં આવે છે.


3 ડિસેમ્બર 2021

  • હાલમાં ગુજરાત માં શાળગપુર સ્થળે 400 કરોડ ના ખર્ચે સૌથી મોટો હાઈટેક ભોજનાલય બનશે.
  • હાલમાં ડો દિપક મુળગીલ ને ભારતમાં ફૂડ સાયન્સ ક્ષેત્ર 7 મોં અને સમગ્ર વિશ્વમાં 256 મોં રેન્ક મળ્યો અને તેઓ દૂધસાગર ડેરી સાથે સંબંધ ધરાવે છે.
  • BSF એ પોતાનો 57 મોં સ્થાપના દિવસ 1 ડિસેમ્બર ના રોજ મનાવ્યો.
  • હાલમાં અરુણાચલ પ્રદેશ એ પોતાનો પ્રમાણિત જૈવિક ફળ કીવી લોન્ચ કર્યો છે.
  • હાલમાં આવેલ પુસ્તક ડેમોક્રેસી, પોલિટિક્સ અને ગવર્નેસ ના લેખક ડો. એ સૂર્યપ્રકાશ છે.
  • સેન્ડ્રા મેસન બારબાડોસ દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બની છે.
  • હાલમાં શ્રી વેનેલા સીતારામ શાસ્ત્રી નું નિધન થયું છે અને તેઓ ગીતકાર હતા.
  • હાલમાં આવેલ રિપોર્ટ મુજબ દેશમાં સૌથી મોટો મેન્યુફેક્ચરરિંગ હબ ગુજરાત રાજ્ય બન્યો છે.
  • UK દેશે સૈન્ય તાકાત વધારવા માટે "ફ્યુચર સોલ્જર" આધુનિકરણ યોજના શરુ કરી છે.
  • હાલમાં એડ ટેક સ્ટાર્ટઅપ GUVI એ સ્મૃતિ મંધાના ને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો.
  • હાલમાં સંજીવ કૌશલ ને હરિયાણા રાજ્યના 35 માં મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે.
  • હાલમાં ઓડિશા રાજ્યની સરકારે ન્યુઝ પેપર વહેંચવા વાળા માટે સામાજિક સુરક્ષા યોજના ની જાહેરાત કરી છે.
  • વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ એ MSME નો સમર્થન કરવા માટે મધ્યપ્રદેશ રાજ્યની સરકાર સાથે કરાર કર્યો છે.
  • હાલમાં રેલવે સેવા શરુ કરવા વાળો પહેલો ભારતીય શહેર વારાણસી બન્યો છે.
  • હાલમાં રોહન બોપન્ના ને કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી એ રાજયોત્સવ પુરસ્કાર થી સન્માનિત કર્યા.
  • ઇન્ટરપોલ ના નવા અધ્યક્ષ નાસિર અલ રાયસી બન્યા છે.
  • હાલમાં રાષ્ટ્રીય રક્ષા કોલેજ ના નવા પ્રમુખ મનોજ કુમાર માગો ને બનાવવામાં આવ્યા છે.
  • હાલમાં મણિપુર માં "ગોડીનલીયુ ટ્રાઇબલ ફ્રીડમ ફાઈટર મ્યુઝીયમ" નો પાયો અમિત શાહે નાખ્યો છે.
  • હાલમાં આવેલ રિપોર્ટ મુજબ ભારતમાં પાસવૉર્ડ રાખવા માટે સૌથી પોપ્યુલર શબ્દ Password બન્યો છે.


4 ડિસેમ્બર 2021

  • હાલમાં વિશ્વ એઇડ્સ દિવસ 1 ડિસેમ્બર ના રોજ મનાવવામાં આવ્યો હતો.
  • ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી ખાતે સોસાયટી ઓફ ફાર્માકોગ્નોસિ નું રાષ્ટ્રીય સંમેલન નું આયોજન કરવામાં આવ્યું.
  • હાલમાં વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ 2 ડિસેમ્બર ના રોજ મનાવવામાં આવ્યો હતો.
  • હાલમાં જીતેન્દ્ર સિંહ રાજ્યમંત્રી એ પેંશન લેનાર ચહેરો ઓળખવાની ટેક્નોલોજી લોન્ચ કરી છે.
  • વી પ્રવીણ રાવ એ 7 મોં ડો. એમ એસ સ્વામીનાથન પુરસ્કાર જીત્યો છે.
  • હાલમાં આવેલ રિપોર્ટ મુજબ પ્લાસ્ટિક કચરાના ઉત્પાદન માં અમેરિકા દેશ નંબર વન છે.
  • રફીકુલ ઇસ્લામ નું નિધન થયું છે અને તેઓ એક કવિ હતા.
  • શૂટિંગ નેશનલ માં રાજશ્રી સંચેતી એ મહિલાઓની એયર રાઇફલ માં ગોલ્ડ પદક જીત્યો છે.
  • હાલમાં "ભારત પર્યટન વિકાસ નિગમ" ના અધ્યક્ષ ના રૂપમાં સંબિત પાત્રા ની નિમણુંક કરવામાં આવી છે.
  • SBI બેંક એ મહિલાઓને સશક્ત બનાવવા માટે ઉષા ઇન્ટરનૅશનલ સાથે કરાર કર્યો છે.
  • હાલમાં લંડન ની EIU એ જારી કરેલ વિશ્વ ના સૌથી મોંઘા શહેરો માં તેલ અવીવ પર રહ્યું છે.
  • હાલમાં OYO એ રજનીશ કુમાર એ પોતાના રણનીતિ સમૂહ ના સલાહકાર ના રૂપમાં નિમણુંક કરી છે.
  • જમ્મુ કાશ્મીર પ્રદેશ માં 12 વર્ષ પછી પુષ્કર મહોત્સવ મનાવવામાં આવ્યો.
  • હાલમાં અંજુ બોબી જ્યોર્જ એ "વર્લ્ડ એથલેટિક્સ વુમન ઓફ ધ યર" અવૉર્ડ જીત્યો છે.
  • હાલમાં 1 ડિસેમ્બર એ નાગાલેન્ડ રાજ્ય એ પોતાનો સ્થાપના દિવસ મનાવ્યો છે.
  • ઇન્ડિયા રેટીંગ એન્ડ રિસર્ચ એ નાણાકીય વર્ષ 2022 માટે ભારતની GDP વૃદ્ધિ દર 9.4% ટકા રહેવાનું અનુમાન લગાડ્યું છે.
  • હાલમાં નરોત્તમ શેખસરિયાં એ પોતાની આત્મકથા "દ અમ્બુજા સ્ટોરી" લખી છે.
  • હાલમાં કેરલ રાજ્ય એ પ્રવાસન ને પ્રોત્સાહન આપવા માટે સ્ટ્રીટ પ્રોજેક્ટ શરૂ કર્યો.
  • નરેન્દ્ર મોદી દ્વારા ઇન્ફિનિટી ફોરમ નું ત્રીજું ડિસેમ્બર એ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.


5 ડિસેમ્બર 2021

  • હાલમાં આવેલ વિશ્વ ના સૌથી સસ્તા શહેરો ની યાદી 2021 માં અમદાવાદ 7માં સ્થાને રહ્યું છે.
  • તાજેતર માં ગુજરાતમાં નવા કોરોના વેરિયંટ ઓમિક્રોન નો પહેલો કેસ જામનગર માં નોંધાયો છે.
  • વિશ્વ વિકલાંગતા દિવસ હાલમાં 3 ડિસેમ્બર ના રોજ મનાવવામાં આવ્યો હતો.
  • હાલમાં દક્ષિણ સુડાન દેશે 2030 સુધીમાં બાળ વિવાહ પર સંપૂર્ણ રોક લગાવવાની જાહેરાત કરી છે.
  • હાલમાં સશસ્ત્ર સેન જંડા દિવસ કોર્પોરેટ સામાજિક જવાબદારી સંમેલન નું આયોજન ન્યુ દિલ્હી માં થયું છે.
  • ભારત અને બાંગ્લાદેશ દેશે 6 ડિસેમ્બર ને "મૈત્રી દિવસ" ના રૂપમાં મનાવવાની જાહેરાત કરી.
  • હાલમાં ખેડૂતો ને લોન આપવા માટે SBI બેંક એ અદાણી કેપિટલ લિમિટેડ સાથે કરાર કર્યો છે.
  • કર્ણાટક રાજ્યની જર્મનીના બાવેરિયન યુનિવર્સિટી સાથે હાલમાં કરાર કર્યો છે.
  • હાલમાં ભારત સરકારે શિક્ષણ માં સુધાર માટે ADB બેન્ક સાથે 3752 કરોડ રૂપિયા નો કરાર કર્યો છે.
  • હાલમાં IDFC ફર્સ્ટ બેન્ક એ ફર્સ્ટ પ્રાઇવેટ ઇન્ફિનિટી કાર્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
  • ભારત આંતરાષ્ટ્રીય વ્યાપાર મેળા ના 40 માં સંસ્કરણ માં બિહાર રાજ્યએ ગોલ્ડ મેડલ જીત્યો છે.
  • હાલમાં પવન કુમાર ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ નમા નિર્દેશક ના રૂપમાં પદભાર સંભાળ્યો છે.
  • હાલમાં હિમાચલ પ્રદેશ રાજ્યની પોલીસને પ્રેસિડેન્ટ કલર અવૉર્ડ થી સન્માનિત કરવામાં આવી છે.
  • ફિટનેસ ફર્મ "કિનારા કેપિટલ" એ રવિન્દ્ર જાડેજા ને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે.
  • હાલમાં હોર્નબિલ મહોત્સવ નાગાલેન્ડ માં મનાવવામા આવ્યો છે.
  • હાલમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન નાસિક માં શરૂ થયું છે.
  • IMF એ હાલમાં ગીતા ગોપીનાથ ને પોતાના પહેલા ડેપ્યુટી મેનેજીંગ ડાયરેક્ટર બનાવ્યા છે.
  • તાજેતર માં ટેસ્ટ મેચની એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લેનાર વિશ્વનો ત્રીજો બોલર એઝાઝ પટેલ બન્યો છે.
  • હાલમાં વિનોદ દુઆ નું નિધન થયું છે અને તેઓ એક પત્રકાર હતા.


6 ડિસેમ્બર 2021

  • હાલમાં એક ઇનિગ્સમાં તમામ 10 વિકેટ લેનાર એજાજ પટેલ મૂળ ગુજરાતના ભરૂચ જિલ્લાના વાતની છે.
  • બટાકાની FC-5 જાત પરથી અમેરિકી પેપ્સિકો કંપની બૌદ્ધિક અધિકારી સમાપ્તિનો ચુકાદો આવ્યો.
  • હાલમાં આવેલ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ ના સર્વે મુજબ ગુજરાતના ખેડૂતો માસિક આવક માં 10 માં ક્રમે છે.
  • આંતરરાષ્ટ્રીય બેન્ક દિવસ 4 ડિસેમ્બર ના રોજ માનવામાં આવ્યો છે.
  • હાલમાં આર્થિક સહયોગ માટે ભારતે શ્રીલંકા દેશ સાથે ચાર સૂત્રીય પેકેજ તૈયાર કર્યો.
  • હાલમાં BWF પુરુષ પ્લેયર ઓફ ધ ઈયર વિક્ટર એક્સેલ્સન બન્યા.
  • UAE દેશે ફ્રાન્સ માં નિર્મિત 80 રાફેલ લડાકુ વિમાન માટે કરાર કર્યો.
  • હાલમાં દેશમાં બનેલ પહેલો સર્વર લોન્ચ કરવામાં આવ્યું એનું નામ રુદ્ર છે.
  • હાલમાં રતન ટાટા ને અસમ રાજ્યનો સર્વોચ્ય નાગરિક રાજ્ય પુરસ્કાર આપવામાં આવ્યો.
  • હાલમાં 2021 એશિયા યુથ પેરાલમ્પિક માં કશિશ લાકડા એ ગોલ્ડ પદક જીત્યો છે.
  • કેન્દ્ર સરકાર એ 2025 વર્ષ સુધી 10500 જાણ ઔશધિ કેન્દ્ર ખોલવાનો ટાર્ગેટ રાખ્યો છે.
  • હાલમાં ત્રિપુરા રાજ્યમાં ડોક્યુમેન્ટ નોંધણી પ્રણાલી અને વેન અધિકારી લોન્ચ કરવામાં આવી.
  • હાલમાં NARCL ના નવા અધ્યક્ષ પ્રદીપ શાહ બન્યા છે.
  • હાલમાં ફ્યુચર ઇન્ડિયા એ જારી કરેલ ભારત ની 50 સૌથી તાકાતવર મહિલાઓ માં નિર્મલા સીતારમન ટોપ પર રહી છે.
  • ડિઝની બોર્ડ ની પહેલી મહિલા અધ્યક્ષ સુસાન આનોર્લ્ડ બની છે.
  • હાલમાં આંધ્ર પ્રદેશ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કૉનીજેતી રોસેયા નું નિધન થયું છે.
  • હાલમાં દૂરદર્શન કેન્દ્ર ના અર્થ સ્ટેશન નું ઉદ્ઘાટન ગોરખપુર કરવામાં આવ્યું.
  • બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલની 6ઠ્ઠી આવૃત્તિ માં શ્રેષ્ટ અભિનેતાનો અવૉર્ડ ધનુષ ને મળ્યો છે.
  • તાજેતર માં G-20 ટ્રોઇક માં ભારત દેશ જોડાયો છે.


7 ડિસેમ્બર 2021

  • હાલમાં રાજકુમાર ગુજરાત ના ગ્રહ વિભાગના ACS તરીકે નિમણુંક કરવામાં આવી છે.
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોર ની નિમણુંક કરવામાં આવી છે.
  • આર્થિક અને સામાજિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સ્વંયસેવી દિવસ 5 ડિસેમ્બર ના રોજ મનાવવામાં આવ્યો હતો.
  • હાલમાં પાઇકો વિદ્રોહ ચર્ચા માં છે અને તે ઓડિશા માં થયું હતું.
  • હાલમાં અલીપુર જુલૉજિક્લ પાર્ક ચર્ચા માં રહ્યું છે અને તે પશ્ચિમ બંગાળ માં આવેલ છે.
  • ઇન્ડોનેશિયા દેશના જવા દ્વીપ પર સેમેરુ જ્વાળામુખી ફાટ્યું છે.
  • એલીના એશના નિધન થયું છે અને તેઓ ક્રિકેટર હતા.
  • કેન્દ્ર સરકારે ઉત્તરપ્રદેશ રાજ્યના કોરવા માં AK-203 અસાલ્ટ રાઇફલ ના ઉત્પાદન ને મજૂરી આપી છે.
  • હાલમાં રશિયા દેશના રાષ્ટ્રપતિ ભારતની અધિકારીક યાત્રા પર આવ્યા છે.
  • સાઉદી અરબ દેશે પાકિસ્તાનને 3 અજબ ડોલર ની સહાયતા કરી છે.
  • હાલમાં રાજસ્થાન રાજ્યની સરકારે મહિલાઓ માટે "બેક ટુ વર્ક" યોજના શરુ કરી.
  • હાલમાં IDRCI ના નવા અધ્યક્ષ સંજય જૈન બન્યા છે.
  • ડો. એસ જયશંકર એ 5માં હિન્દ મહાસાગર સંમેલન માં ભાષણ આપ્યું હતું.
  • હાલમાં NHAI ના નવા અધ્યક્ષ અલકા ઉપાધ્યાય બન્યા છે.
  • હાલમાં 100% કોવિદ વેક્સિનેશન પૂર્ણ કરવા વાળો પહેલો રાજ્ય હિમાચલ પ્રદેશ બન્યો છે.
  • હાલમાં વેક્સીન પછી Zycov-D બીજો સ્વદેશી ટીકા ભારતમાં 7 રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
  • એલેક્સિયા પૂટેલસ એ મહિલા વેલન ડી;ઓર જીત્યો તેઓ સ્પેન દેશની છે.
  • હાલમાં ઓલ ઇન્ડિયા રેડીઓ દ્વારા AIRNxt નામનો નવો પ્રોગ્રામ શરુ કરવામાં આવ્યો હતો.
  • હાલમાં ઇન્ડિયા 1 પેમેન્ટ દ્વારા ભારતમાં વ્હાઇટ લેબલ ATM લગાડવામાં આવ્યા છે.


8 ડિસેમ્બર 2921

  • હાલમાં આવેલા રિપોર્ટ મુજબ વિશ્વના ટોપ 2% વૈજ્ઞાનિકો માં ગુજરાત ના ડો. દિલીપ માવળંકર અને ડો. મહાવીર ગોલેચા ને સ્થાન મળ્યું છે.
  • તાજેતરમાં ગુજરાત વિધાનસભા ના વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામ રાઠવા ની નિમણુંક કરવામાં આવી છે.
  • હાલમાં મહાપરિનિર્માણ દિવસ 6 ડિસેમ્બર મનાવવામાં આવ્યો છે.
  • ભારત અને માલદીવ દેશ વચ્ચે EKUVERIN સંયુક્ત સૈન્ય અભ્યાસ નો 11 મોં સંસ્કરણ આયોજિત કરવામાં આવશે.
  • હાલમાં ઓડિશા રાજ્યની સરકારે તરવા મટે સારો માહોલ બનાવવા SFI સાથે કરાર કર્યો છે.
  • ભારત એ રશિયા સાથે પહેલા 2+2 મંત્રીસ્તરીય સંવાદ પર સાઈન કર્યો.
  • હાલમાં બ્રમ્હા મિશ્રા નું નિધન થયું છે અને તેઓ અભિનેતા હતા.
  • હાલમાં ઉત્તરાખંડ રાજ્યની સરકારે પ્રતિ દિવસ 25 હજાર રેન્ડમ ટેસ્ટિંગ નો ટાર્ગેટ રાખ્યો છે.
  • કેમ્બ્રિજ ડીક્ષનરી એ 2021 ના વર્ડ ઓફ ધ યર Perseverance જાહેર કર્યો છે.
  • આર્જેન્ટિના ના પુરુષો નો FIH હોકી જુનિયર વિશ્વ કપ 2021 જીત્યો છે.
  • હાલમાં ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રી એ "હમાર અપના બજેટ" વેબ પોર્ટલ લોન્ચ કર્યો.
  • અમિતાભ  કાન્ત જેનેસિસ ઇન્ટરનૅશનલ નો ડિજિટલ ટવીન પ્લેટફોર્મ લોન્ચ કર્યો.
  • હાલમાં ડો. વીરેન્દ્ર કુમાર એ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે SRESHTA યોજના શરુ કરી.
  • યસ બેંક એ NPCI સાથે રૂપે બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો છે.
  • હાલમાં મણિપુર માં 50 બેડ ના આયુષ દવાખાના નું ઉદ્ઘાટન થયું છે.
  • હાલમાં ગોલ્ડમેન સૈશ એ નાણાકીય વર્ષ 2022 માં ભારત ની GDP વૃદ્ધિ દર 9.1% રહેવાનું અનુમાન લગાવ્યું છે.
  • મિસ ટ્રાંસ ગ્લોબલ 2021 જીતવા વાળી પહેલી ભારતીય શ્રુતિ સિતારા બની છે.
  • ભારતમાં દર વર્ષે નૌસેના દિવસ 4 ડિસેમ્બર મનાવવામાં આવે છે.
  • વિશ્વની ટોપ ની 300 સહકારી સંસ્થાઓમાં IFFCO પહેલા સ્થાને રહ્યું છે.


9 ડિસેમ્બર 2021

  • હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ UAE દેશની યાત્રા પર ગયા છે.
  • ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા કાર્યક્રમ નું ઉદ્ઘાટન ભુપેન્દ્ર પટેલ એ કર્યું હતું.
  • હાલમાં રાષ્ટ્રીય સશસ્ત્ર સેનાએ જંડા દિવસ 7 ડિસેમ્બર મનાવવામાં આવ્યો હતો.
  • ભારત અને રશિયા દેશ વચ્ચે રેકોર્ડ 28 સમજોતા પર કરાર થયો છે.
  • હાલમાં Ujjivan small finance bank ના નવા MD અને CEO ઇતીરા ડેવિસ બન્યા છે.
  • સ્વિટઝર્લેન્ડ દેશે હાલમાં ઈચ્છામૃત્યુ સાધન ને મંજૂરી આપી છે.
  • હાલમાં શારદા મેનન નું નિધન થયું છે અને તેઓ ડૉક્ટર હતા.
  • હાલમાં વિવિક પોલ ને એશિયાજ મોસ્ટ ક્રિએટિવ ઇન્ટરપ્રીન્યોર સન્માન દુબઇ મળ્યું છે.
  • the midway battle modi's roller-coaster second term નામનું પુસ્તક ગૌતમ ચિંતામણી એ લખ્યું છે.
  • અડામા બૈરા એ ગામ્બિયા દેશના ફરી રાષ્ટ્રપતિ બન્યા છે.
  • હાલમાં પ્રાંજલા યાદલાપલ્લી વર્લ્ડ ટુર ચેમ્પિયનશિપ માં મહિલા એકલ ની ખિતાબ જીત્યો છે.
  • NASA દ્વારા ચંદ્ર અને મંગળ મિશન માટે અનિલ મેનન ભારતીય મૂળના વ્યક્તિ ની પસંદગી કરવામાં આવી છે.
  • હાલમાં નરેન્દ્ર મોદી એ ગોરખપુર માં AIMMS નું ઉદ્ઘાટન કર્યું છે.
  • ડિજિટલ ઓવરડ્રાફટ સુવિધા માટે ICICI બેંક એ ફ્લિપ કાર્ટ સાથે કરાર કર્યો છે.
  • હાલમાં વિદેશ મંત્રી હર્ષવર્ધન શ્રગલા બાંગ્લાદેશ ની બે દિવસીય યાત્રા પર ગયા છે.
  • મોબાઈલ એકસેસરીજ બ્રાન્ડ યુનિક્સ એ જસપ્રીત બુમરાહ એ પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે.
  • હાલમાં સાઉદી અરબ ગ્રા. પિક્સ. નું ઉદ્ઘાટન સંસ્કરણ લુઈસ હેમિલ્ટન જીત્યો છે.
  • હાલમાં ચર્ચામાં રહેલ GJ 367b ગ્રહ છે.


10 ડિસેમ્બર 2021

  • હાલમાં ભુપેન્દ્ર પટેલ એ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ડિજિટાઇઝ ગ્રંથો નું વિમોચન કર્યું.
  • દર વર્ષે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ 7 ડિસેમ્બર ના રોજ મનાવવામાં આવે છે.
  • હાલમાં SAARC ચાર્ટર દિવસ 8 ડિસેમ્બર ના રોજ મનાવવામાં આવ્યો હતો.
  • રશિયા દેશે ડેવિસ કપ ટેનિસ ટુર્નામેન્ટ 2021 હાલમાં જીત્યો હતો.
  • હાલમાં મેઘલાય રાજ્યની સરકારે SIAL ઇન્ડિયા સાથે ભાગીદારી કરાર કર્યો છે.
  • હાલમાં અમેરિકા દેશ એ બીજિંગ વિન્ટર ઓલમ્પિક ના રાજનયિક બહિષ્કાર ની જાહેરાત કરી છે.
  • DRDO એ હાલમાં ઓડિશા માં ઓછી દુરીની જમીન થી હવા માં મારણ કરવા વળી મિસાઈલ નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
  • હાલમાં BIMSTEC દેશોની વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ PANEX-21 ના પુણે માં આયોજન કરવામાં આવશે.
  • હાલમાં FICCI ના નવા અધ્યક્ષ સંજીવ મેહતા બન્યા છે.
  • 2021 કોમનવેલ્થ સિનિયર ચેમ્પિયનશિપ માં સંકેત મહાદેવ એ ગોલ્ડ પદક જીત્યો છે.
  • 2021 માં જ્ઞાનપીઠ પુરસ્કાર દામોદર મોઉજો ને અને 2020 નો જ્ઞાનપીઠ પુરસ્કાર નીલમની કુકન જુનિયર ને મળ્યો હતો.
  • હાલમાં સુનિલ ટોપની અંતરાષ્ટીય લોકતંત્ર સંસ્થા IDEA માં શામેલ થવાનું આમંત્રણ મળ્યું છે.
  • માઈક્રોસોફ્ટ સાઇબર સુરક્ષા કૌશલ પ્રોગ્રામ હાલમાં શરુ થયો છે.
  • હાલમાં અરબ દેશો માટે નંબર 1 ખાદ્ય આપનાર દેશ ભારત બન્યો છે.
  • હાલમાં અઠવાડિયા માં સાડા ચાર દિવસ કાર્ય પદ્ધતિ લાગુ કરવા વાળો દેશ યુએઈ બન્યો છે.
  • જળ જીવન મિશન અંતગૅત મણિપુર રાજ્યને 120 કરોડ રૂપિયાની કેન્દ્ર તરફ થી રાશિ આપવામાં આવી.
  • હાલમાં રાષ્ટ્રીય મહિલા અયોગ્ય દ્વારા She As A Change Maker પ્રોગ્રામ શરુ કરવામાં આવ્યો છે.
  • ભારતે 2024 વર્ષ સુધીમાં 9 પરમાણુ રીએક્ટર ધરાવવાનો લક્ષ્ય રાખ્યું છે.
  • હાલમાં પ્રોફેસર રફીકુલ ઇસ્લામ નું નિધન થયું છે અને તેઓ બાંગ્લાદેશ ના વતની હતા.

Post a Comment

0 Comments